ગુજરાતી ભાષા અને સાહિત્ય કેન્દ્ર શૈક્ષણિક વર્ષ 2017-18 થી ગુજરાતીમાં એમ.એ અનુસ્નાતક અભ્યાસક્રમની શરુઆત કરે છે. આ અભ્યાસક્રમ ચાર સત્ર (બે વર્ષ ) નો છે. આ અભ્યાસક્રમ ગુજરાતી ભાષા અને સાહિત્યના મુખ્ય અભ્યાસક્રમ ઉપરાંત વિભિન્ન પ્રકારની શાખાઓને આવરી લેતા અભ્યાસક્રમોનો પણ સમાવેશ કરે છે. અભ્યાસક્રમનો મુખ્ય હેતુ માત્ર ગુજરાતી ભાષા અને સાહિત્યમાં નહી પણ લોક સાહિત્ય, સાંસ્કૃતિક વિદ્યા, ફિલ્મ અને સાહિત્ય, તુલનાત્મક સાહિત્ય વિદ્યા વગેરે વિષયોમાં વિસ્તૃત સમજણ, જ્ઞાન અને કૌશલ્ય પુરુ પાડવાનો છે. સ્કુલ ફોર લેંગ્વેજ લિટરેચર એન્ડ કલ્ચર સ્ટડીઝ કે જેનો આ કેન્દ્ર એક ભાગ છે, તે વર્ષ દરમિયાન અવારનવાર સેમિનાર, વર્કશોપ અને લેકચર્સનું આયોજન કરે છે, તે આ કેન્દ્રના વિદ્યાર્થીઓને આ વૈશ્વિક દુનિયામાં પોતાના અભ્યાસનું ક્ષેત્ર વિસ્તારવામાં નોંધપાત્ર મદદ કરશે.